Home Local News ગુજરાતમાં યુવાનો માટે સુવર્ણ અવસર: મુખ્યમંત્રીના હસ્તે 4473 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત

ગુજરાતમાં યુવાનો માટે સુવર્ણ અવસર: મુખ્યમંત્રીના હસ્તે 4473 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત

0
ગુજરાતમાં યુવાનો માટે સુવર્ણ અવસર: મુખ્યમંત્રીના હસ્તે 4473 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત

ગુજરાત સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવાના સંકલ્પને આગળ વધારતા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક ભવ્ય નિમણૂંકપત્ર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમના વરદ્‌હસ્તે સરકારના વિવિધ વિભાગોમાં મેરીટના આધારે પસંદગી પામેલા કુલ 4473 ઉમેદવારોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ તમામ નવનિયુક્ત યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થઈ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા આહવાન કર્યું હતું.