Home Local News ગુજરાત મોડેલની સફળતા: ‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા 22 વર્ષમાં 99% ફરિયાદોનું નિવારણ

ગુજરાત મોડેલની સફળતા: ‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા 22 વર્ષમાં 99% ફરિયાદોનું નિવારણ

0
ગુજરાત મોડેલની સફળતા: ‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા 22 વર્ષમાં 99% ફરિયાદોનું નિવારણ

ગુજરાતના નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સમાન બનેલા SWAGAT કાર્યક્રમે સફળતાપૂર્વક 22 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્લેટફોર્મ આજે દેશભરમાં વહીવટી પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. છેલ્લા બે દાયકામાં આ પ્લેટફોર્મ પર મળેલી અરજીઓમાંથી 99% થી વધુ કેસોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હવે આ કાર્યક્રમને વધુ આધુનિક બનાવી ‘સ્વાગત 2.0’ અમલી કરવામાં આવ્યું છે. જેમાં ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે, જેથી જો નિર્ધારિત સમયમાં ફરિયાદનો ઉકેલ ન આવે તો તે આપમેળે ઉપરી અધિકારી સુધી પહોંચી જાય છે. અધિકારીઓની કામગીરી પર નજર રાખવા માટે ખાસ પર્ફોર્મન્સ ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અસરકારકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ મોડદર ગામના 118 ખેડૂતો છે, જેઓની વર્ષો જૂની હાલાકીનો સ્વાગતના માધ્યમથી સુખદ અંત આવ્યો છે. આ પ્લેટફોર્મની સફળતા જોઈને છેલ્લા બે વર્ષમાં દેશના અનેક રાજ્યોના પ્રતિનિધિમંડળોએ આ મોડેલનો અભ્યાસ કરી પોતાના રાજ્યમાં લાગુ કરવાની ઈચ્છા દર્શાવી છે.