Home Weather દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ: ઠંડીના મોજાની ઝપેટમાં ઉત્તર અને મધ્ય ભારત

દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ: ઠંડીના મોજાની ઝપેટમાં ઉત્તર અને મધ્ય ભારત

0
દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ: ઠંડીના મોજાની ઝપેટમાં ઉત્તર અને મધ્ય ભારત

આંદામાન-નિકોબારમાં વાવાઝોડાની આગાહી; રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ઠંડીનો ચમકારો


હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુખ્યત્વે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત, હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ આગાહી કરી છે, જેને પગલે માછીમારો અને સ્થાનિકોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. આજે છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વિદર્ભમાં ઠંડો પવન અને નીચું તાપમાન અનુભવાશે, જેના કારણે જનજીવન પર અસર થઈ શકે છે. લોકોને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ઘરની બહાર નીકળતા પહેલા જરૂરી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.