Home National પ્રગતિની 50મી બેઠક: PM મોદીએ 40,000 કરોડના પાંચ મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

પ્રગતિની 50મી બેઠક: PM મોદીએ 40,000 કરોડના પાંચ મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

0
પ્રગતિની 50મી બેઠક: PM મોદીએ 40,000 કરોડના પાંચ મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેના પ્લેટફોર્મ ‘પ્રગતિની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ સીમાચિહ્નરૂપ બેઠકમાં રેલવે, વીજળી, રસ્તા, જળ સંસાધન અને કોલસા ક્ષેત્રના પાંચ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ પાંચ મોટા પ્રોજેક્ટ્સ પાંચ રાજ્યોમાં ફેલાયેલા છે અને તેની પાછળ 40,000 કરોડથી વધુનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે નોંધ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ‘પ્રગતિ’ ઇકોસિસ્ટમ દ્વારા કુલ 85 લાખ કરોડથી વધુના વિલંબિત પ્રોજેક્ટ્સને ઝડપી ઉકેલ અને વેગ આપવામાં સફળતા મળી છે. બેઠક દરમિયાન PM મોદીએ ‘PM-SHRI’ યોજના પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ શાળાઓ ભવિષ્યના શિક્ષણ માટે રાષ્ટ્રીય ધોરણ (National Standard) બનવી જોઈએ. તેમણે મુખ્ય સચિવોને સૂચન આપ્યું કે PM-SHRI શાળાઓને અન્ય સરકારી શાળાઓ માટે રોલ મોડેલ બનાવવી.