ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક ખિતાબ જીત્યા બાદ, ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે, જેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ – સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે. આ સન્માન ભારતીય ટીમની જબરદસ્ત સફળતાને રેખાંકિત કરે છે. મંધાના, જેમિમાહ, દીપ્તિ શર્માએ ટુર્નામેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર થયેલી દીપ્તિ શર્મા ભારતની જીત માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ. તેણે 215 રન બનાવવા ઉપરાંત, 22 વિકેટો ઝડપીને ટોપ વિકેટ-ટેકરનું સ્થાન મેળવ્યું અને દેશને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી. આ ત્રણેય સ્ટાર્સનું ટીમમાં સ્થાન, ભારતીય મહિલા ક્રિકેટના વધતા પ્રભુત્વ અને તેમની વર્લ્ડ કપની અદભૂત સફરનો પુરાવો છે.