Home Sports ભારતીય મહિલા ટીમની નજર ક્લીન સ્વીપ પર: આજે શ્રીલંકા સામે ચોથો જંગ

ભારતીય મહિલા ટીમની નજર ક્લીન સ્વીપ પર: આજે શ્રીલંકા સામે ચોથો જંગ

0
ભારતીય મહિલા ટીમની નજર ક્લીન સ્વીપ પર: આજે શ્રીલંકા સામે ચોથો જંગ

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી આંતરરાષ્ટ્રીય મેચ કેરળના તિરુવનંતપુરમ ખાતે રમાશે. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારો આ મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

શ્રેણી પર ભારતનો કબજો

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ખેલાડીઓ ફોર્મમાં છે અને તેમનું લક્ષ્ય પ્રવાસી શ્રીલંકાની ટીમને વ્હાઇટવોશ કરવાનું રહેશે. આ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ મંગળવારે આ જ મેદાન પર રમાશે. તિરુવનંતપુરમની પીચ સ્પિનરોને મદદરૂપ થવાની શક્યતા છે, જે જોતા ભારતીય સ્પિન બોલરો ફરી એકવાર પાયમાલી સર્જી શકે છે.