Home Sports ભારતીય મહિલા ટીમનો વિજયી રથ ચાલુ: શ્રીલંકાને હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

ભારતીય મહિલા ટીમનો વિજયી રથ ચાલુ: શ્રીલંકાને હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

0
ભારતીય મહિલા ટીમનો વિજયી રથ ચાલુ: શ્રીલંકાને હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી મજબૂત પકડ બનાવી લીધી છે. શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા 129 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનર શેફાલી વર્માએ માત્ર 34 બોલમાં અણનમ 69 રનની આતશબાજી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. ભારતે માત્ર 11.5 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. અગાઉ, ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈષ્ણવી શર્મા અને એન. શ્રી ચારણીએ શિસ્તબદ્ધ બોલિંગ કરતા 2-2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી હર્ષિતા સમરવિક્રમાએ સૌથી વધુ 33 રનનું યોગદાન આપ્યું હતું.