Home Sports મહિલા ક્રિકેટ: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજો જંગ, ટીમ ઈન્ડિયાની નજર શ્રેણી જીતવા પર

મહિલા ક્રિકેટ: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજો જંગ, ટીમ ઈન્ડિયાની નજર શ્રેણી જીતવા પર

0
મહિલા ક્રિકેટ: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજો જંગ, ટીમ ઈન્ડિયાની નજર શ્રેણી જીતવા પર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે આજે પાંચ મેચોની ટી20 શ્રેણીની ત્રીજી અને મહત્વની મેચ રમાશે. આ મુકાબલો તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને શ્રેણીમાં પોતાની પકડ મજબૂત કરી ચૂકી છે. યજમાન ભારતીય ટીમે પાંચ મેચની આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા 2-0ની લીડ મેળવી લીધી છે. જો ભારત આજની મેચ જીતશે, તો તેઓ શ્રેણી પર પોતાનો કબજો જમાવી લેશે. શ્રીલંકા માટે આ મેચ ‘કરો અથવા મરો’ જેવી સ્થિતિ સમાન છે, કારણ કે શ્રેણીમાં જીવંત રહેવા માટે તેમને આ જીત અનિવાર્ય છે. ભારતીય મહિલા ટીમે શ્રેણીની શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો છે. આજના મુકાબલામાં ભારતીય બેટર્સ અને બોલરો ફરી એકવાર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.