ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે શ્રીલંકા સામેની પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની તાકાત બતાવશે. આ રોમાંચક મુકાબલો કેરળના તિરુવનંતપુરમ સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. હરમનપ્રીત કૌરની સેના આ મેચ જીતીને શ્રેણીમાં વાઈટવોશ કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારત 4-0થી અજેય લીડ પર

ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હાલમાં 4-0ની અજેય લીડ ધરાવે છે. રવિવારે રમાયેલી ચોથી મેચમાં ભારતીય મહિલાઓએ પ્રભુત્વ જમાવતા 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને 222 રનના લક્ષ્ય સામે શ્રીલંકાને 30 રનથી હરાવ્યું હતું. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ભારતીય ખેલાડીઓ અત્યારે ફોર્મમાં છે.
આ અંતિમ મેચ આજે સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ક્રિકેટ ચાહકોને આશા છે કે ભારતીય ટીમ શ્રેણીનો અંત પણ જીત સાથે કરશે.