Home Sports વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો

વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો

0
વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો

બિહારના માત્ર 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે રમતા વૈભવે વિસ્ફોટક બેટિંગ કરી પુરુષોની લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વૈભવે માત્ર 59 બોલમાં 150 રન પૂરા કરીને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે. ડી વિલિયર્સે વર્ષ 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે 64 બોલમાં 150 રન બનાવ્યા હતા. આ યુવા ખેલાડીએ પોતાની ઇનિંગ દરમિયાન મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી, જે લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડી દ્વારા કરવામાં આવેલી સૌથી ઝડપી સદીઓ પૈકીની એક છે. આ સાથે જ તે લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તાજેતરમાં જ IPL હરાજીમાં સૌથી નાની વયે વેચાઈને ઇતિહાસ રચ્યા બાદ તેની આ સિદ્ધિએ તેને લાઈમલાઈટમાં લાવી દીધો છે.