Home Local News સુશાસન દિવસ: ગુજરાતમાં ‘નવીનીકરણીય ઉર્જા નીતિ–2025’નો પ્રારંભ, મુખ્યમંત્રીએ આપી અનેક ભેટ

સુશાસન દિવસ: ગુજરાતમાં ‘નવીનીકરણીય ઉર્જા નીતિ–2025’નો પ્રારંભ, મુખ્યમંત્રીએ આપી અનેક ભેટ

0
સુશાસન દિવસ: ગુજરાતમાં ‘નવીનીકરણીય ઉર્જા નીતિ–2025’નો પ્રારંભ, મુખ્યમંત્રીએ આપી અનેક ભેટ

ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ એટલે કે ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ ગુજરાતને ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે ‘સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025નું અનાવરણ કર્યું હતું.

ડિજિટલ ગવર્નન્સ અને નાગરિક સુવિધા

વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મુખ્યમંત્રીએ ‘G-SAAR’ પોર્ટલ લોન્ચ કર્યું, જેના દ્વારા નાગરિકો એક જ ક્લિક પર રાજ્ય સરકારના તમામ કાયદાઓ, ઠરાવો અને પરિપત્રો સર્ચ કરી શકશે. આ ઉપરાંત, બિનનિવાસી ગુજરાતીઓ માટે નવી ‘NRG’ વેબસાઇટ અને યુવાઓ માટે ‘સીએમ ફેલોશીપ મોનિટરિંગ પોર્ટલ’ નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.


વિકાસકામો અને સમજૂતી કરારો


કાર્યક્રમ દરમિયાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 120 કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મજબૂત વહીવટી તંત્ર જ લોકોની સુખાકારીનો પાયો છે. આ પ્રસંગે વિવિધ વિભાગો વચ્ચે મહત્વપૂર્ણ સામૂહિક સમજૂતી કરાર (MoUs) પણ કરવામાં આવ્યા હતા, જે ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપશે.