કોઈમ્બતુરથી પીએમ મોદી કરશે જાહેરાત; ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતોને મળશે સહાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમિલનાડુના કોઈમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)નો 21મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યૂઅલ સંવાદ પણ કરશે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ 21મા હપ્તા હેઠળ રાજ્યના 49 લાખ 31 હજારથી વધુ ખેડૂત પરિવારોને કુલ 986 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવશે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય તથા મંજૂરીપત્રોનું વિતરણ પણ કરવામાં આવશે.