Home National PM મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદ: કેન્દ્ર-રાજ્ય ભાગીદારી પર ભાર

PM મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદ: કેન્દ્ર-રાજ્ય ભાગીદારી પર ભાર

0
PM મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદ: કેન્દ્ર-રાજ્ય ભાગીદારી પર ભાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. શુક્રવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય પરિષદમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો ભાગ લઈ રહ્યા છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંવાદ સાધીને પરસ્પર ભાગીદારીને મજબૂત કરવાનો છે. PM મોદી આવતીકાલે પણ આ બેઠકમાં હાજર રહીને માર્ગદર્શન આપશે. પરિષદમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ અને માળખાગત સુવિધાઓ જેવા મહત્વના ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસ માટે ચર્ચા કરવામાં આવી રહી છે.