Home National PM મોદી આજે નવી દિલ્હીમાં ‘મુખ્ય સચિવ પરિષદ’ની કરશે અધ્યક્ષતા: ‘વિકસિત ભારત’ માટે ઘડાશે રોડમેપ

PM મોદી આજે નવી દિલ્હીમાં ‘મુખ્ય સચિવ પરિષદ’ની કરશે અધ્યક્ષતા: ‘વિકસિત ભારત’ માટે ઘડાશે રોડમેપ

0
PM મોદી આજે નવી દિલ્હીમાં ‘મુખ્ય સચિવ પરિષદ’ની કરશે અધ્યક્ષતા: ‘વિકસિત ભારત’ માટે ઘડાશે રોડમેપ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રણ દિવસીય પરિષદમાં પ્રધાનમંત્રી શનિવાર અને રવિવારે પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સતત સંવાદ દ્વારા ભાગીદારી મજબૂત કરવાનો અને દેશના વિકાસ માટે એક સંકલિત રોડમેપ તૈયાર કરવાનો છે. વિકસિત ભારત માટે માનવ મૂડીઆ વર્ષની પરિષદ “વિકસિત ભારત માટે માનવ મૂડી” થીમ પર આધારિત છે. જેમાં ભારતની માનવ સંસાધન ક્ષમતા વધારવા અને ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર અને રાજ્યો એકસાથે મળીને કામ કરશે. આ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓની પણ આપ-લે કરવામાં આવશે.