દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 191 રનના વિશાળ અંતરથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. 348 રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. પાકિસ્તાની બોલરો સામે ભારતીય બેટ્સમેનો એક પછી એક પેવેલિયન ભેગા થયા હતા. સમગ્ર ટીમ માત્ર 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર સાથે ભારતનું એશિયા કપ જીતવાનું સપનું રોળાયું હતું.