Home Sports એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

0
એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

ભારતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો.દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ જીત્યો, આ મેચમાં તિલક વર્માની રમત નિર્ણાયક સાબિત થઈ.

રાષ્ટ્રપતિએ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ફાઇનલની તુલના ઓપરેશન સિંદૂર સાથે કરી અને ક્રિકેટરોને અભિનંદન પાઠવ્યા.