Home Sports એશિયા કપ ક્રિકેટ મેચમાં આજે ભારત – ઓમાન વચ્ચે મુકાબલો

એશિયા કપ ક્રિકેટ મેચમાં આજે ભારત – ઓમાન વચ્ચે મુકાબલો

0
એશિયા કપ ક્રિકેટ મેચમાં આજે ભારત – ઓમાન વચ્ચે મુકાબલો

એશિયા કપ ક્રિકેટ મેચમાં આજે ભારત ગ્રુપ Aની તેમની છેલ્લી મેચમાં ઓમાન સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

ગઇકાલે અબુધાબીમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કર્યો.અગાઉ, અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં, કુસલ મેન્ડિસના 52 બોલમાં અણનમ 74 રન અને બોલિંગમાં નુવાન તુષારાની ચાર વિકેટની મદદથી શ્રીલંકાએ શાનદાર વિજય મેળવ્યો. કુસલ મેન્ડિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આ જીત સાથે, શ્રીલંકા ગ્રુપ B માં ટોચ પર રહ્યું, જ્યારે બાંગ્લાદેશ ત્રણ મેચમાંથી બે જીત સાથે આગળના તબક્કામાં પહોંચ્યું.