ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો નોંધપાત્ર રીતે વધશે. આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે કડકડાતી ઠંડીનો અનુભવ થશે.
7 દિવસ વાતાવરણ સૂકું રહેશે
સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ઉત્તર ભારતના પવનોને કારણે તાપમાનનો પારો ગગડતા લોકોને શિયાળાની અસલી ઠંડીનો અહેસાસ થશે.