Home Local News ગુજરાત બનશે AI હબ: ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ ‘ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન’ સ્થપાશે

ગુજરાત બનશે AI હબ: ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ ‘ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન’ સ્થપાશે

0
ગુજરાત બનશે AI હબ: ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ ‘ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન’ સ્થપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગિફ્ટ સિટી (GIFT City) ખાતે દેશના સૌપ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન (IAIRO) ની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) વચ્ચેના ત્રિપક્ષીય સહયોગ અને PPP મોડલ પર આધારિત હશે. આ મહત્વકાંક્ષી સંગઠન આગામી 1 જાન્યુઆરીથી કાર્યરત થવાની સંભાવના છે. IAIRO નો મુખ્ય ઉદ્દેશ્ય અદ્યતન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ સંસ્થા AI આધારિત નવા ઉત્પાદનો વિકસાવવા તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચે મજબૂત કડી તરીકે કામ કરશે. તે આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાને વેગ આપશે. આ પહેલ દ્વારા ભવિષ્યનું કુશળ માનવ સંસાધન (Human Resource) તૈયાર થશે, જે ભારતને AI ક્ષેત્રે વૈશ્વિક નેતા તરીકે પ્રસ્થાપિત કરશે.