Home National ચેસમાં ભારતનો ડંકો: અર્જુન એરિગૈસીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ચેસમાં ભારતનો ડંકો: અર્જુન એરિગૈસીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

0
ચેસમાં ભારતનો ડંકો: અર્જુન એરિગૈસીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીએ દોહામાં આયોજિત FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્જુને અગાઉ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીતીને ડબલ સિદ્ધિ હાંસલ કરી છે.

PM મોદીએ પાઠવ્યા અભિનંદન

આ ઐતિહાસિક સફળતા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા અર્જુનને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ અર્જુનની કુશળતા, અતૂટ ધીરજ અને રમત પ્રત્યેના જુસ્સાના વખાણ કરતા જણાવ્યું કે, તેની આ સફળતા દેશના લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. વિશ્વ સ્તરની આ સ્પર્ધામાં સતત બે મેડલ જીતીને અર્જુને સાબિત કર્યું છે કે ભારતીય ચેસનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. તેમની આ જીતથી રમતજગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.