Home National બાંગ્લાદેશના રાજકારણના એક યુગનો અંત: પૂર્વ PM બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન

બાંગ્લાદેશના રાજકારણના એક યુગનો અંત: પૂર્વ PM બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન

0
બાંગ્લાદેશના રાજકારણના એક યુગનો અંત: પૂર્વ PM બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાનું આજે વહેલી સવારે ઢાકાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા અને લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. BNP ના મીડિયા સેલ દ્વારા સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. ખાલિદા ઝિયા બાંગ્લાદેશના રાજકારણમાં અત્યંત પ્રભાવશાળી નેતા રહ્યા છે. તેઓ દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા અને તેમણે બે વખત દેશનું સુકાન સંભાળ્યું હતું. દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકીય ફલક પર સક્રિય રહીને તેમણે BNP પક્ષને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તેમની તબિયત લથડતા તેમને ઢાકાની એક હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.