ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા પાંચમી અને અંતિમ T-20 મેચમાં 15 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ભારતે શ્રેણીમાં 5-0થી ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચી દીધો છે.
ભારતનું વિશાળ લક્ષ્યાંક
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં આક્રમક રમત બતાવી હતી. ભારતે શ્રીલંકાના બોલરો સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને કુલ 175 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગ સામે શ્રીલંકાની મહિલા ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી લડત આપવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારતની ચુસ્ત ફિલ્ડિંગ અને બોલિંગ સામે તેઓ લક્ષ્યાંક આંબી શક્યા નહીં. હરમનપ્રીત કૌર કેપ્ટને ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી અને તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા. સમગ્ર શ્રેણીમાં વિસ્ફોટક બેટિંગ કરનાર શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો.
