Home Sports ભારતની ધમાકેદાર જીત – ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ

ભારતની ધમાકેદાર જીત – ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ

0
ભારતની ધમાકેદાર જીત – ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ

ભારતે ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ક્વીન્સલેન્ડના કરારા ઓવલ ખાતે રમાયેલી આ મેચમાં ‘મેન ઇન બ્લુ’ (ટીમ ઇન્ડિયા)નું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

પ્રથમ દાવ: ભારતનો 167 રનનો લક્ષ્યાંક

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારિત ઓવરોમાં ઓસ્ટ્રેલિયા સામે 168 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ભારત તરફથી શુભમન ગિલએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસ અને એડમ ઝમ્પાએ 3-3 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની બેટિંગ: સ્પિનર્સનો દબદબો

168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 119 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીની સ્પિન જોડીએ મધ્ય ઓવરોમાં ઓસ્ટ્રેલિયાને બાંધી રાખ્યા, જ્યારે વોશિંગ્ટન સુંદરે અંતમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

પ્લેયર ઓફ ધ મેચ: અક્ષર પટેલ

ઓલરાઉન્ડ પ્રદર્શન માટે અક્ષર પટેલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો. તેણે માત્ર 11 બોલમાં 21 રન બનાવ્યા અને બોલિંગમાં બે મહત્વની વિકેટો લીધી હતી.