Home National ખેડૂતોને રાહત: PM મોદીએ ‘PM કિસાન’નો ૨૧મો હપ્તો કર્યો જાહેર

ખેડૂતોને રાહત: PM મોદીએ ‘PM કિસાન’નો ૨૧મો હપ્તો કર્યો જાહેર

0
ખેડૂતોને રાહત: PM મોદીએ ‘PM કિસાન’નો ૨૧મો હપ્તો કર્યો જાહેર
તમિલનાડુના કોયમ્બતૂરથી નવ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડથી વધુની રકમ જમા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજનાનો ૨૧મો હપ્તો જાહેર કર્યો છે. આ જાહેરાત સાથે જ દેશભરના આશરે નવ કરોડ ખેડૂતોને ૧૮ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. ઉપરાંત, પ્રધાનમંત્રીએ કોયમ્બતૂરમાં આવેલા ‘કૉડિસિઆ વેપાર મેળા પરિસર’ ખાતે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલન ૨૦૨૫નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા ૧૧ વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનશીલ સુધારા થયા છે. તેમણે દેશ પ્રાકૃતિક ખેતીનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યો હોવાનું જણાવી ખેડૂતોને એક મોસમમાં એક એકર જમીન પર પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ૧૦ લાખ કરોડથી વધુની સહાય અપાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો. કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગને પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા કહ્યું કે PM કિસાન યોજનાથી એકલા તમિલનાડુમાં જ ૨૨ લાખ ખેડૂતોને લાભ થયો છે.