Home National IFFI 2025: ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ

IFFI 2025: ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ

0
IFFI 2025: ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ

56માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો આજથી આરંભ

ગોવામાં 56માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) 2025 નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. વૈશ્વિક સિનેમાના આ સૌથી મોટા આયોજનનું ઉદ્ઘાટન સમારોહ આ વર્ષે એક ખાસ કાર્નિવલ ફ્લોટ પરેડ સ્વરૂપે યોજાયો છે. આ વર્ષે 20 નવેમ્બરથી 28 નવેમ્બર 2025 સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં 81 દેશોમાંથી 240થી વધુ ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. પહેલીવાર મ્યુઝિક અને કલ્ચરલ સેલિબ્રેશન માટે IFFIESTA નામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિનેમા ઉત્સવ ગોવાને વૈશ્વિક ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવશે.