Home Local News BSFના આધુનિકીકરણ અને જવાન કલ્યાણ માટે આગામી એક વર્ષ સમર્પિત: અમિત શાહ

BSFના આધુનિકીકરણ અને જવાન કલ્યાણ માટે આગામી એક વર્ષ સમર્પિત: અમિત શાહ

0
BSFના આધુનિકીકરણ અને જવાન કલ્યાણ માટે આગામી એક વર્ષ સમર્પિત: અમિત શાહ
Oplus_16908288

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી કે સરહદ સુરક્ષા દળ (BSF)નું આધુનિકીકરણ અને તેના જવાનોનું કલ્યાણ આગામી એક વર્ષ માટે પ્રાથમિકતા રહેશે. ગુજરાતના કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા માટે પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે ‘ઇ-બૉર્ડર’ સુરક્ષાના નવા ખ્યાલના અમલમાં BSFની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.

સિદ્ધિઓ અને નક્સલમુક્ત

BSFની સિદ્ધિઓની પ્રશંસા કરતાં શ્રી શાહે માહિતી આપી કે દળે કેફી પદાર્થની તસ્કરી સામે કાર્યવાહી કરીને 12 લાખ 95 હજાર કરોડના કેફી દ્રવ્યો જપ્ત કર્યા છે. નક્સલ વિરોધી કાર્યવાહીમાં BSFના યોગદાનની પ્રશંસા કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 31 માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે. આ પ્રસંગે શ્રી શાહે એક સ્મારક ટપાલ ટિકિટનું લોકાર્પણ કર્યું હતું અને હેડ કૉન્સ્ટેબલ સનવાલા રામ બિશ્નોઈને મરણોત્તર શૌર્યચંદ્રક અર્પણ કર્યો હતો. તેમણે દેશની લોકશાહીને ‘સલામત અને શુદ્ધ’ બનાવવા માટે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (S.I.R.) ને સમર્થન આપવા માટે પણ લોકોને અપીલ કરી હતી.