પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ખેડૂત કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે રૂ. 10,601 કરોડના ખર્ચે સાકાર થનારા અત્યાધુનિક એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ તેમણે ખેડૂતોના હિતોને સર્વોપરી ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો અને અન્નદાતાઓ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોના જીવનને સરળ બનાવવા અને તેમની આવકમાં વૃદ્ધિ કરવા માટે દિવસ-રાત કાર્યરત છે. આ નવો ખાતર પ્રોજેક્ટ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે ખાતર ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મોટું કદમ છે.