Home National વીર બાળ દિવસ: રાષ્ટ્રપતિ મુર્મુએ 20 તેજસ્વી બાળકોને ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કર્યા

વીર બાળ દિવસ: રાષ્ટ્રપતિ મુર્મુએ 20 તેજસ્વી બાળકોને ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કર્યા

0
વીર બાળ દિવસ: રાષ્ટ્રપતિ મુર્મુએ 20 તેજસ્વી બાળકોને ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ‘વીર બાળ દિવસ’ ના પવિત્ર અવસરે દેશના પ્રતિભાશાળી બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ વર્ષે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 20 બાળકોની તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પસંદગી કરવામાં આવી છે.

વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ પ્રદાન

રાષ્ટ્રપતિએ પુરસ્કાર વિજેતા બાળકોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ નાની વયના વિજેતાઓએ અનેક ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કર્યું છે, જેમાં મુખ્યત્વે બહાદુરી અને સાહસ, કલા અને સંસ્કૃતિ, નવીનતા (Innovation) અને વિજ્ઞાન-ટેકનોલોજી, પર્યાવરણ સુરક્ષા. રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે આ બાળકોની મહેનત અને પ્રતિભા આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.