Home National CBSE બોર્ડ પરીક્ષાની નવી તારીખો જાહેર

CBSE બોર્ડ પરીક્ષાની નવી તારીખો જાહેર

0
CBSE બોર્ડ પરીક્ષાની નવી તારીખો જાહેર

CBSE બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી કારણોસર બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે. નવી જાહેરાત મુજબ, હવે પરીક્ષાઓ અગાઉ નક્કી કરેલી તારીખના બદલે મોડી શરૂ થશે, જે વિદ્યાર્થીઓને તૈયારી માટે થોડો વધુ સમય આપશે.

ધોરણ 10 અને 12નું નવું ટાઈમટેબલ

ધોરણ 10, અગાઉની તારીખ 3 માર્ચ, નવી સુધારેલી તારીખ 11 માર્ચ – જ્યારે ધોરણ 12 અગાઉની તારીખ 3 માર્ચ, 2026 નવી સુધારેલી તારીખ 10 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઇટ પરથી વિગતવાર ટાઈમટેબલ ચેક કરવા સૂચના આપવામાં આવી છે.