કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના પ્રવાસે જયપુર જશે. શ્રી શાહ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણના પ્રથમ વર્ષ નિમિત્તે રાજ્ય સ્તરીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.

આજથી શરૂ થઈ રહેલા છ દિવસીય પ્રદર્શનમાં કાયદાઓની મુખ્ય જોગવાઈઓ પર પ્રકાશ પાડવામાં આવશે. શ્રી શાહ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 હેઠળ પ્રાપ્ત 4 લાખ કરોડ રૂપિયાના MOU હેઠળ શરૂ થનારા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે. શ્રી શાહ વિદ્યાર્થીઓના ગણવેશ માટે 260 કરોડ રૂપિયા અને ડેરી ઉત્પાદકોને દૂધ સબસિડી માટે 364 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે.