Home Local News ગુજરાત: S.I.R. પ્રક્રિયા બાદ નવી મુસદ્દા મતદાર યાદી જાહેર, કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા

ગુજરાત: S.I.R. પ્રક્રિયા બાદ નવી મુસદ્દા મતદાર યાદી જાહેર, કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા

0
ગુજરાત: S.I.R. પ્રક્રિયા બાદ નવી મુસદ્દા મતદાર યાદી જાહેર, કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા વિશેષ સઘન સુધારણા (S.I.R.) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નવી મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે રાજ્યમાં કુલ 4 કરોડ 34 લાખ જેટલા મતદારો નોંધાયા છે. મહત્વનું છે કે, આ દરમિયાન ડેટા શુદ્ધિકરણ માટે 73.73 લાખથી વધુ નામો યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં રાજ્યભરના 50,963 BLO દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરીપત્રક વિતરણ અને મેપિંગની કામગીરી કરવામાં આવી હતી.

કુલ 5.08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરીપત્રકનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. વાંધા-સૂચનો માટેની સમયમર્યાદાચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદારને નામ કે વિગતો સામે વાંધો હોય તો તેઓ 18 જાન્યુઆરી 2026 સુધી પોતાના દાવા રજૂ કરી શકશે. આ વાંધાઓનો નિકાલ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં કરવામાં આવશે.