બિરસા મુંડાનું જીવન દરેક દેશભક્ત માટે પ્રેરણાનો સ્ત્રોત
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડા માત્ર આદિવાસી સમુદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ છે. આજે દેશ તેમની જન્મજયંતીને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે આનંદપૂર્વક ઉજવી રહ્યો છે. શ્રી શાહે ધરતી આબા ભગવાન બિરસા મુંડાને આદિવાસી ઓળખના પ્રતીક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની ગણાવ્યા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મજયંતીને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવીને તેમનું સન્માન કર્યું છે. બિરસા મુંડાએ આદિવાસી સમુદાયને તેમની સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવા પ્રેરણા આપી હતી. તેમણે આદિવાસીઓને બ્રિટિશ શાસન સામે એક કર્યા અને ઉલ્ગુલાન ચળવળને પ્રોત્સાહન આપ્યું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે તેમનું જીવન દરેક દેશભક્ત માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.