Home National તેલંગાણામાં ભયાનક માર્ગ અકસ્માત: 19નાં મોત, 20 ઘાયલ

તેલંગાણામાં ભયાનક માર્ગ અકસ્માત: 19નાં મોત, 20 ઘાયલ

0
તેલંગાણામાં ભયાનક માર્ગ અકસ્માત: 19નાં મોત, 20 ઘાયલ

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં RTC બસ અને ટીપર ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 19 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા છે. વિકારાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એક આરટીસી બસ અને ટીપર ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરના કારણે થયો હતો. બસમાં આશરે 70 લોકો સવાર હતા.

અકસ્માતની વિગતો અને રાહત કાર્ય

આ દુર્ઘટનામાં ટીપર ડ્રાઇવર અને આરટીસી બસ ડ્રાઇવરનું પણ મોત થયું છે. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરો પોતાની સીટોમાં ફસાઈ ગયા હતા, અને ટીપર ટ્રક નીચે ફસાવાથી બસની આગળની પાંચ હરોળની સીટોને નુકસાન થયું હતું. 19 મૃતદેહોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 20 ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે તબીબી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે અને ખાસ તબીબી ટીમો સ્થળ પર મોકલવામાં આવી છે.