હાઈ એલર્ટ: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સંભાળી કમાન
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગઈકાલે સાંજે લગભગ સાત વાગ્યે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું. તપાસ અને સરકારી પગલાં ગૃહમંત્રી અમિત શાહે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. દિલ્હી પોલીસ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) અને ફોરેન્સિક ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ગૃહમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પરિસ્થિતિની જાણ કરી હતી, વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલોને મળવા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં પણ ગયા હતા. એલએનજેપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, 15 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી આઠને મૃત જાહેર કરાયા હતા. દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.