Home National બિહાર ચૂંટણી ૨૦૨૫: ૧૨૨ બેઠકોનું ભાવિ નક્કી થશે

બિહાર ચૂંટણી ૨૦૨૫: ૧૨૨ બેઠકોનું ભાવિ નક્કી થશે

0
બિહાર ચૂંટણી ૨૦૨૫: ૧૨૨ બેઠકોનું ભાવિ નક્કી થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે સવારે ૧૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૧.૩૮ ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ તબક્કામાં ૨૦ જિલ્લાઓના ૧૨૨ મતવિસ્તારો માટે મતદાન થઈ રહ્યું છે. ૧૩૬ મહિલાઓ સહિત કુલ એક હજાર ૩૦૨ ઉમેદવારોનું ભવિષ્ય ૩.૭૦ કરોડથી વધુ મતદાતાઓ નક્કી કરશે. મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે, જોકે ૭ નક્સલ પ્રભાવિત મતવિસ્તારોમાં સુરક્ષાના કારણોસર ૫ વાગ્યે મતદાન પૂર્ણ થશે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. ગયા અને કિશનગંજ જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. મતગણતરી આ મહિનાની ૧૪ તારીખે હાથ ધરાશે.