Home National રેલવે મુસાફરી મોંઘી થઈ: આજથી ભાડામાં આંશિક વધારાનો અમલ

રેલવે મુસાફરી મોંઘી થઈ: આજથી ભાડામાં આંશિક વધારાનો અમલ

0
રેલવે મુસાફરી મોંઘી થઈ: આજથી ભાડામાં આંશિક વધારાનો અમલ

ભારતીય રેલવેએ આજથી મુસાફરોના ભાડા માળખામાં આંશિક વધારો લાગુ કર્યો છે. આ નવો સુધારો આજથી બુક કરવામાં આવતી તમામ ટિકિટો પર અમલી બનશે. જોકે, મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલાક મહત્વના વિભાગોમાં રાહત પણ આપી છે. લોકલ ટ્રેન અને સીઝન ટિકિટ (પાસ) ના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સામાન્ય બીજા વર્ગમાં 215 કિમી સુધીની મુસાફરી માટે ભાડો વધારવામાં આવ્યો નથી. સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી અને સ્લીપર ક્લાસના ભાડામાં ક્રમબદ્ધ રીતે વધારો કરાયો છે. વંદે ભારત, તેજસ રાજધાની, શતાબ્દી, દુરંતો અને અમૃત ભારત જેવી મુખ્ય ટ્રેન સેવાઓના મૂળભૂત ભાડામાં વધારાને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, રિઝર્વેશન ફી અને સુપરફાસ્ટ સરચાર્જ જેવા વધારાના ચાર્જમાં કોઈ ફેરફાર થયો નથી. GST અને રાઉન્ડિંગ ઓફના નિયમો યથાવત રહેશે.