Home Local News સરદાર પટેલની 150મી જન્મજયંતિ: CM ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો

સરદાર પટેલની 150મી જન્મજયંતિ: CM ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો

0
સરદાર પટેલની 150મી જન્મજયંતિ: CM ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું છે. આ માર્ચનો પ્રારંભ જૂનાગઢ મુક્તિ દિવસના પવિત્ર અવસરે બહાઉદ્દીન કોલેજથી કરાવવામાં આવ્યો હતો, જેને ‘સરદાર@150 પદયાત્રા’ નામ આપવામાં આવ્યું છે. ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ની વિભાવનાપદયાત્રાના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચ એક ભારત, આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકાર કરી દેશની એકતાના પાયાને વધુ મજબૂત બનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરદાર પટેલે 562 દેશી રજવાડાઓનું સફળતાપૂર્વક વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આરઝી હકુમતના સેનાનીઓનું સન્માનઆ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રીએ જૂનાગઢને ભારતમાં ભેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું, જે વીરોની સ્મૃતિને તાજી કરે છે.