ભારત રત્ન સરદાર પટેલની સાર્ધશતિ જન્મ શતાબ્દિ નિમિત્તે રૂ. ૧૫૦ ના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું વડાપ્રધાનશ્રીના હસ્તે અનાવરણ*
સરદાર સાહેબના જીવન કવન આધારિત નાટિકાનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કલાકારો દ્વારા સુંદર મંચન*
સરદાર સાહેબના જીવન કવન આધારિત નાટિકાનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કલાકારો દ્વારા સુંદર મંચન*રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસન આકર્ષણો, સ્પોર્ટ્સ સહિતના રૂ. ૧૨૨૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો. વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન શ્રી મોદી સીધા ડેમ વ્યુ પોઇન્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્વ પ્રથમ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતિ શતાબ્દિ નિમિત્તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના રૂ. ૧૫૦ ના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. બાદમાં ઉકત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
તેમની સાથે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને ચેરમેન શ્રી મૂકેશ પૂરી પણ જોડાયા હતા. વડાપ્રધાન શ્રી મોદીએ ૩૬૭.૨૫ કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા, રૂ.૧૪૦.૪૫ કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, રૂ.૯૦.૪૬ કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન, રૂ.૨૭.૪૩ કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટરનું એક્સ્ટેન્શન, રૂ.૨૩.૬૦ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂ.૨૨.૨૯ના ખર્ચે ૨૪ મીટર એકતા નગર કોલોની રોડ, રૂ.૧૨.૫૦ કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, રૂ.૩.૪૮ કરોડના સેન્ટ્રલ ઇન્સ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ બેરેકસ, રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ,૧૨.૮૫ કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ઈ બસનું લોકાર્પણ કર્યું હતું. એકતા નગર ખાતે રૂ.૫૬.૩૩ કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ, રૂ.૩૦૩ કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન,રૂ.૫૪.૬૫ કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-૧), રૂ.૩૦ કરોડના ખર્ચે ૨૫ ઈ-બસો, રૂ.૨૦.૭૨ કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ.૧૮.૬૮ કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂ.૮.૦૯ કરોડના ખર્ચે વોક વે(ફેઝ-૨),રૂ.૫.૫૫ કરોડનો એપ્રોચ રોડ, રૂ.૫.૫૨ કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો,રૂ.૪.૬૮ કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-૨), રૂ.૩.૧૮ કરોડના ખર્ચે સીસી રોડ,રૂ.૧.૪૮ કરોડના ખર્ચે ડેમ રિપ્લિકા એન્ડ ગાર્ડન,રૂ૧.૦૯ કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનશ્રીએ લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન આધારિત નાટિકાની પ્રસ્તુતિથી થઇ હતી. જેમાં સરદાર પટેલના બાલ્ય કાળના સાહસો, અપ્રમાણિક શિક્ષકનો વિરોધ, માતૃશોક હોવા છતાં કોર્ટમાં દલીલો શરૂ રાખવી, અમદાવાદ અને બારડોલીના આંદોલન, ટિળક – ગાંધીજી મિલન, જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર સહિતના રજવાડાનું વિલીનીકરણ સહિતની ઐતિહાસિક ઘટનાનું જોશપૂર્ણ ગીત ’ના દેંગે ધાન, ના હિ દેંગે લગાન’ ગાયન સાથે સુપેરે મંચન થયું હતું. આ નાટકના અંતને પ્રેક્ષકોએ તાળીઓના હર્ષનાદ સાથે વધાવી લીધું હતું.આ કાર્યક્રમમાં સુરક્ષા દળોના વરિષ્ઠ, અધિકારીઓ, સેનાના જવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






