Home Sports ટીમ ઈન્ડિયાની શાનદાર જીત- ઓસ્ટ્રેલિયાને હોબાર્ટમાં હરાવનાર પ્રથમ દેશ બન્યું ભારત

ટીમ ઈન્ડિયાની શાનદાર જીત- ઓસ્ટ્રેલિયાને હોબાર્ટમાં હરાવનાર પ્રથમ દેશ બન્યું ભારત

0
ટીમ ઈન્ડિયાની શાનદાર જીત- ઓસ્ટ્રેલિયાને હોબાર્ટમાં હરાવનાર પ્રથમ દેશ બન્યું ભારત

ભારતે ત્રીજા T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-1ની બરાબરી કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ટિમ ડેવિડ (74) અને માર્કસ સ્ટોઈનિસ (64)ના અર્ધશતકોની મદદથી 186 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી.


વોશિંગ્ટન સુંદરની વિનિંગ ઇનિંગ્સ

જવાબમાં ભારતે 9 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. એક સમયે 111 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ વોશિંગ્ટન સુંદરે માત્ર 23 બોલમાં અણનમ 49 રન અને જીતેશ શર્માએ અણનમ 22 રન બનાવીને ટીમને જીત અપાવી.

હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ હાર

આ જીત સાથે ભારત હોબાર્ટના બેલેરિવ સ્ટેડિયમમાં T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર પ્રથમ દેશ બન્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર રમેલી તમામ પાંચ T20 મેચ જીતી હતી