Home National ભારત-ભૂટાન ઊર્જા સંબંધોને મળી નવી ઊંચાઈ

ભારત-ભૂટાન ઊર્જા સંબંધોને મળી નવી ઊંચાઈ

0
ભારત-ભૂટાન ઊર્જા સંબંધોને મળી નવી ઊંચાઈ

ઉર્જા ભાગીદારીમાં મોટો સીમાચિહ્ન ભારત અને ભૂટાન વચ્ચેની સફળ ઊર્જા ભાગીદારીમાં વધુ એક મોટું સીમાચિહ્ન હાંસલ થયું છે. તાજેતરમાં પુનાતસાંગછુ-II હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે બંને રાષ્ટ્રો વચ્ચેના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાંજે ભૂટાનના રાજા અને રાણી દ્વારા થિમ્પુ ખાતેના પવિત્ર તાશિછો ઝોંગમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંગ છુ નદીના પશ્ચિમ કિનારે આવેલો આ આઇકોનિક કિલ્લો અને બૌદ્ધ મઠ ભૂટાનની સાંસ્કૃતિક ઓળખ છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ રાજા અને રાણી સાથે મળીને પ્રાર્થના કરી અને બટર લેમ્પ પ્રગટાવ્યો, જે ભારત અને ભૂટાન વચ્ચેના ઊંડા ધાર્મિક અને રાજદ્વારી જોડાણને દર્શાવે છે. પુનાતસાંગછુ-II પ્રોજેક્ટ બંને દેશો માટે પરસ્પર આર્થિક લાભ અને ઊર્જા સુરક્ષા તરફનું એક મહત્વનું પગલું છે. #PunatsangchhuII #ભૂટાનપ્રવાસ