Home National PM મોદીના નિર્ણયોથી ‘આત્મનિર્ભર ભારત’ને નવું બળ: નિકાસકારો અને ખનીજ ક્ષેત્રે ક્રાંતિ

PM મોદીના નિર્ણયોથી ‘આત્મનિર્ભર ભારત’ને નવું બળ: નિકાસકારો અને ખનીજ ક્ષેત્રે ક્રાંતિ

0
PM મોદીના નિર્ણયોથી ‘આત્મનિર્ભર ભારત’ને નવું બળ: નિકાસકારો અને ખનીજ ક્ષેત્રે ક્રાંતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળના બે મોટા નિર્ણયોની પ્રશંસા કરી છે, જે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના (CGSE) વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે, સરળ વ્યાપારિક કામગીરી સુનિશ્ચિત કરશે અને ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નિકાસ પ્રમોશન મિશન (EPM) નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે. આ મિશન ખાસ કરીને MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રોને લાભ પહોંચાડશે. EPM મુખ્ય હિસ્સેદારોને એક અસરકારક અને પરિણામ-આધારિત પદ્ધતિ બનાવવા માટે એકસાથે લાવશે, જેનાથી દેશની નિકાસ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં 25,060 કરોડનો ખર્ચ કરાશે. આ ઉપરાંત, શ્રી મોદીએ મહત્વપૂર્ણ ખનિજો માટે રોયલ્ટી દરોને તર્ક સંગત બનાવવાનો નિર્ણય પણ વખાણ્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણયથી ખનીજ ક્ષેત્રે ટકાઉપણું અને આત્મનિર્ભરતાને વેગ મળશે. આ નિર્ણયો ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ અને મજબૂત બનાવવાની દિશામાં લેવાયેલા મહત્વપૂર્ણ પગલાં છે.