દક્ષિણ આફ્રિકામાં ‘એક પૃથ્વી, એક પરિવાર’ના મંત્ર સાથે ડ્રગ-ટેરર અને પરંપરાગત જ્ઞાન અંગે 4 મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કર્યા
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત ઐતિહાસિક G20 સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ નેતાઓને વિકાસના જૂના માપદંડો પર ગંભીરતાથી પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો છે. પીએમ મોદીએ ભારતીય જ્ઞાન પરંપરાના ‘સમગ્ર માનવતાવાદ’ (Holistic Humanism) નો ઉલ્લેખ કરી વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન સાધવાનો માર્ગ બતાવ્યો હતો. તેમણે “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” ના વિઝન સાથે મુખ્ય પ્રસ્તાવો મૂક્યા.
પરંપરાગત જ્ઞાનનો ભંડાર: G20 હેઠળ પરંપરાગત જ્ઞાન માટે ગ્લોબલ રિપોઝીટરીની સ્થાપના.
G20 આફ્રિકા-કૌશલ્ય પહેલ: આફ્રિકાના વિકાસ માટે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર. ડ્રગ-ટેરર સામે જંગ: ફેન્ટાનાઇલ જેવા ડ્રગ્સ અને આતંકવાદના નેક્સસ (જોડાણ) ને તોડવા માટે G20ની સંયુક્ત પહેલ. આફ્રિકામાં પ્રથમવાર યોજાઈ રહેલી આ સમિટમાં ભારતે નવી દિલ્હીના નિર્ણયોને આગળ ધપાવવા બદલ યજમાન રાષ્ટ્રપતિના પ્રયાસોની પણ સરાહના કરી હતી.