Home Sports ગુવાહાટી ટેસ્ટ: કુલદીપની ફિરકીમાં ફસાયું આફ્રિકા, પ્રથમ દિવસે પ્રવાસી ટીમ 247/6 પર સીમિત

ગુવાહાટી ટેસ્ટ: કુલદીપની ફિરકીમાં ફસાયું આફ્રિકા, પ્રથમ દિવસે પ્રવાસી ટીમ 247/6 પર સીમિત

0
ગુવાહાટી ટેસ્ટ: કુલદીપની ફિરકીમાં ફસાયું આફ્રિકા, પ્રથમ દિવસે પ્રવાસી ટીમ 247/6 પર સીમિત

ભારતીય બોલરોએ કસી લગામ, શ્રેણીમાં વાપસી કરવા ટીમ ઈન્ડિયાનો પ્રયાસ

ગુવાહાટીના મેદાન પર રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારતીય બોલરોને નામ રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરનાર દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં સુધીમાં 6 વિકેટ ગુમાવીને 247 રન જ બનાવી શકી હતી. યજમાન ટીમ ઈન્ડિયાએ શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે પોતાની સ્પિનનો જાદુ ચલાવતા સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેસ એટેકમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ તેમજ સ્પિનમાં રવિન્દ્ર જાડેજાએ પણ એક-એક વિકેટ મેળવીને પ્રવાસી ટીમને દબાણમાં રાખી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવી શ્રેણીમાં સરસાઈ મેળવી છે. ત્યારે આ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે જીતવી અનિવાર્ય છે. બીજા દિવસે ભારતીય બોલરો બાકીની વિકેટો જલ્દી ઝડપીને દક્ષિણ આફ્રિકાને ઓછા સ્કોર પર રોકવાનો પ્રયાસ કરશે.