Home Weather દેશમાં બેવડી ઋતુ: મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી તો દક્ષિણમાં ભારે વરસાદ, દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ

દેશમાં બેવડી ઋતુ: મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી તો દક્ષિણમાં ભારે વરસાદ, દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ

0
દેશમાં બેવડી ઋતુ: મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી તો દક્ષિણમાં ભારે વરસાદ, દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ

ઉત્તર ભારતમાં પારો 4 ડિગ્રી સુધી ગગડશે: અંદામાન અને કેરળમાં 25મી સુધી મેઘરાજાની આગાહી, પ્રદૂષણને કારણે દિલ્હીમાં GRAP-3 લાગુ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશમાં બદલાતા વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે. દેશના અલગ-અલગ ભાગોમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે શીતલહેરની સ્થિતિ જોવા મળશે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં મેઘરાજા સક્રિય છે. અંદામાન-નિકોબાર, કેરળ, માહે, તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંદામાનમાં 25મી તારીખ સુધી આ સિલસિલો યથાવત રહી શકે છે. આ ઉપરાંત, આવતા અઠવાડિયે ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની વકી છે, જેનાથી ઠંડીનું જોર વધશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શિયાળાની સાથે પ્રદૂષણનું સંકટ ઘેરું બન્યું છે. આજે સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 359 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં GRAP-3 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.