ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગો એરલાઇનને તેના શિયાળુ ફ્લાઇટ ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ એરલાઇન દ્વારા ફ્લાઇટ રદ કરવા અને મંજૂર કરાયેલી સંખ્યા કરતાં ઓછી ફ્લાઇટ ઓપરેટ કરવાના મુદ્દાને પગલે આવ્યો છે. DGCA દ્વારા જારી કરાયેલ નોટિસ મુજબ, ઇન્ડિગોને આ વર્ષે નવેમ્બરમાં 64,346 ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, એરલાઇને માત્ર 59,438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું અને 951 ફ્લાઇટ્સ રદ કરી હતી. વધુમાં, 6 ટકાના વધારા સાથે 403 ફ્લાઇટ્સની મંજૂરી હોવા છતાં, ઇન્ડિગોએ નવેમ્બરમાં ફક્ત 344 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું.આ અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને, DGCAએ ઇન્ડિગોને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સુધારેલો અને ઘટાડેલો ફ્લાઇટ સમયપત્રક રજૂ કરવા જણાવ્યું હતું. આ પગલું મુસાફરોની અસુવિધા ઘટાડવા અને ફ્લાઇટ ઓપરેશનમાં નિયમિતતા જાળવવા માટે લેવામાં આવ્યું છે.