Home National CAPF,CPOના કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા

CAPF,CPOના કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા

0
CAPF,CPOના કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા

વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો CAPF/CPOના એક હજાર 466 કર્મચારીઓને વર્ષ 2025 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યા


કેન્દ્રિય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક’ ઉત્કૃષ્ટ કાર્યને માન્યતા આપે છે, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપે છે અને ખાસ કામગીરી, તપાસ, ગુપ્તચર અને ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રોમાં સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ વધારે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ, કેન્દ્રિય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક’ તમામ પોલીસ કર્મચારીઓનું મનોબળ વધારશે. કેન્દ્રિય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક’ ફેબ્રુઆરી 2024માં ગૃહ મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક’ દર વર્ષે 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના રોજ જાહેર કરવામાં આવે છે