પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101-મી જન્મજયંતી નિમિત્તે લખનઉમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. આ ખાસ અવસરે તેમણે સ્વતંત્ર ભારતના મહાન નાયકોના વારસાને સમર્પિત ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.
PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષથી તેમની સરકાર કોઈપણ ભેદભાવ વગર દરેક નાગરિકના ઉત્થાન માટે મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે સરકારી યોજનાઓનો 100 ટકા લાભ લાર્ભાર્થીઓ સુધી પહોંચે છે, ત્યારે તે જ સાચું સુશાસન અને સાચી ધર્મનિરપેક્ષતા છે. સરકારનો લક્ષ્ય છે કે યોજનાઓથી કોઈ પણ પાત્ર નાગરિક વંચિત ન રહે. ઉત્તર પ્રદેશની બદલાયેલી છબી વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે હવે ઉત્તર પ્રદેશ વિકાસના પર્યાય તરીકે ઓળખાય છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને માળખાગત સુવિધાઓના સુધારાને કારણે પ્રગતિની નવી ઉંચાઈઓ સર થઈ રહી છે. અટલજીના સપનાનું ભારત બનાવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.