Home National સાંસદ ખેલ મહોત્સવ: રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તંભ, ૨૦૩૦માં અમદાવાદમાં જામશે રાષ્ટ્રમંડળ રમતોનો રોમાંચ

સાંસદ ખેલ મહોત્સવ: રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તંભ, ૨૦૩૦માં અમદાવાદમાં જામશે રાષ્ટ્રમંડળ રમતોનો રોમાંચ

0
સાંસદ ખેલ મહોત્સવ: રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તંભ, ૨૦૩૦માં અમદાવાદમાં જામશે રાષ્ટ્રમંડળ રમતોનો રોમાંચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ‘સાંસદ ખેલ મહોત્સવ’ને સંબોધતા દેશના યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ મહોત્સવના માધ્યમથી આજે દેશના ખૂણે-ખૂણેથી હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે, જે ભવિષ્યમાં ભારતનું નામ વિશ્વસ્તરે રોશન કરશે.

યુવા વિકાસ અને રાષ્ટ્રનિર્માણ

PM મોદીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવનો વ્યાપ હવે ઘણો વિસ્તર્યો છે. તે માત્ર રમતની સ્પર્ધા નથી, પરંતુ યુવા વિકાસ દ્વારા રાષ્ટ્રનિર્માણનો એક મજબૂત સ્તંભ બની રહ્યો છે. પ્રધાનમંત્રીએ ખાસ નોંધ્યું કે, વર્ષ ૨૦૩૦માં જ્યારે ભારત અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોની યજમાની કરશે, ત્યારે આખું વિશ્વ ભારતની રમતગમત ક્ષમતા પર નજર માંડીને બેઠું હશે. તેમણે ઉમેર્યું કે રમતગમત એ જીવનમાં શિસ્ત અને સ્વાસ્થ્ય જાળવવાનું ઉત્તમ માધ્યમ છે. આ આયોજન આગામી સમયમાં ભારતને રમતગમતની મહાસત્તા બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે.