પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા દેશના રમતવીરોમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ મહોત્સવ માત્ર રમત નથી, પરંતુ યુવા વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો એક મજબૂત સ્તંભ છે.
વર્ષ 2030માં અમદાવાદ પર વિશ્વની નજર
PM મોદીએ જાહેરાત કરી કે વર્ષ 2030માં જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે, ત્યારે સમગ્ર વિશ્વ ભારતની રમતગમત શક્તિની સાક્ષી બનશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત વર્ષ 2036 ઓલિમ્પિકના યજમાન બનવા માટે પણ પૂરજોશમાં પ્રયાસો કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક સાબિત થશે. પ્રધાનમંત્રીએ દરેક માતા-પિતાને અપીલ કરી કે તેઓ બાળકોને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરે.