અમદાવાદના આંગણે આજથી મનોરંજન અને સંસ્કૃતિના મહાકુંભ સમાન કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરશે. આગામી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજનની પિરસણ પીરસવામાં આવશે. કાર્નિવલ દરમિયાન દરરોજ સાંજે ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કળાની પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત, લેસર શો, મ્યુઝિકલ ફાઉન્ટેન, ફૂડ સ્ટોલ્સ અને બાળકો માટે વિવિધ રાઈડ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી ચાલનારા આ ઉત્સવને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.